રક્તદાન મહાદાન

“રક્તદાનમહાદાન, ટીપે ટીપે જીવનદાન”

ઘણા ભણેલા ગણેલા લોકોને પણ પૂરતી માહિતીના અભાવે રક્તદાન કરવાનું આવે તો આઘાપાછા થતા જોયા હશે. કોઈ ગુરુઘંટાલને રૂપિયા ધરી દેવા કરતા એક બોટલ લોહીનું દાન કરવું વધુ ઉત્તમ અનેવાજબી છે. રક્તદાન બે પ્રકારનું હોય છે, ૧) whole blood donations ૨) plateletpheresis donations . પહેલા પ્રકારના બે રક્તદાનવચ્ચેનો સમયગાળો ૫૬ દિવસનો હોવો જોઈએ અને બીજા પ્રકારના બે રક્તદાનવચ્ચેનો સમયગાળો ત્રણ દિવસનો હોવો જોઈએ તેવોયુ.એસ.માં નિયમ છે. ટૂંકમાં ૫૬ દિવસે ફરી રક્તદાન કરી શકાય છે. સ્ત્રીઓ  દર ચાર મહીને અને ૧૬-૧૭ વર્ષના યુવાનોદર છ મહીને રક્તદાન કરી શકે છે.

Man with the golden arm તરીકે ઓળખાતો ઑસ્ટ્રેલિયાનો James Harrison આશરે૨૦ લાખ બાળકો જે Rhesus disease વડે પીડાતા હતા તેમને પોતાના રક્તદાનવડે જીવન આપવામાં કારણભૂત બન્યો છે. ૧૯૩૬માં જન્મેલો જેમ્સ ૧૩ વર્ષની વયેફેંફસાની સર્જરી માટે દાખલ થયેલો ત્યારે તેને ૧૩ લીટર લોહીની જરૂર પડેલી.એને સમજાઈ ગયું કે રક્તદાન મહાદાન છે અને જીવનદાન આપી શકે છે. ૧૮ વર્ષનોથયો અને તેણે રક્તદાન આપવાનું શરુ કરી દીધું હતું. ૫૬ વર્ષની ઉંમર સુધીમાંતેણે એક હજાર વખત રક્તદાન કરેલું છે. તેના બ્લડમાં Rhesus disease વિરુદ્ધભાગ્યેજ ઉપલબ્ધ એવા એન્ટીબોડી હોવાથી આજ સુધી બે મિલિયન બાળકોનેજીવનદાન આપવા સક્ષમ બન્યો છે.

હા!તો મિત્રો રક્તદાન કરો, ચા કોફી સાથે બે ચાર બિસ્કુટ ખાઈને કોઈનું જીવન બચાવવામાંકારણભૂત થવાના છીએ તેવું વિચારી ખુશ થાઓ.

રક્તદાન વિશે વિસ્તૃત માહિતી

રક્તદાન

વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી વહેતું હોય છે.રક્તદાન દરમિયાન એમાંથી ફક્ત ૩૦૦થી ૪૫૦ મિ.લિ. જેટલું જ લોહી દાન કરી શકાય છે.જે૨૪થી ૪૮ કલાકમાં ફરી બની જાય છે. વળી, એ માટે કોઈ ખાસ ડાયટ. દવાઓ કે આરામનીકોઈ જરૃર રહેતી જ નથી.

કોણ કરી શકે?

૧૮થી ૬૦ વર્ષની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ, જેનુંવજન ૪૫થી ૫૫ કિલો જેટલુ હોય, પલ્સ એટલે કે નાડીના ધબકારા દર મિનિટેસાઠથી સોની વચ્ચે રહેતા હોય.

આટલું ધ્યાન રાખો

  • રક્તદાતાએ છેલ્લા ૪૮ કલાકમાં બ્લડપ્રેશરની, પેઈનકિલર કે કોઈ પણ પ્રકારની દવા લીધી ન હોવી જોઈએ.
  • ૪૮ કલાક પહેલાંથી આલ્કોહોલ ન લીધું હોય કે સ્મોકિંગ નકર્યું હોય. છેલ્લા છ માસમાં તેના પર કોઈ પણ પ્રકારની સર્જરી કરવામાં ન આવીહોય.
  • રક્તદાતાને છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન કમળો થયો ન હોય એજરૃરી છે.
  • હેપેટાઈટિસ બી, સી અને સિફિલિસ જેવા રોગની તકલીફજીવનમાં ક્યારેય થઈ ન હોય તેમજ એચ.આઈ.વી. ટેસ્ટ નેગેટિવ હોય, તેજરક્તદાન કરી શકે છે.
  • પુરુષ વ્યક્તિ દર ૨-૩ મહિને અને સ્ત્રી વ્યક્તિ દર ૪-૬મહિને રક્તદાન કરી શકે છે.

રક્તદાન પૂર્વે

રક્તદાન કરતાં પહેલાં કોઈ પણ ચીજવસ્તુ ખાઈ શકાય. હળવો નાસ્તોઅને તેની સાથે કોઈક પીણું (માદક નહીં) લઈ શકાય, જેથીરક્તદાન કરવું અતિ અનુકૂળ, રાહતમય અને આરામદાયક રહે છે.

રક્તદાન વખતે

રક્તદાનની કાર્યવાહી ખૂબ જ સરળ અને સીધી છે. તમે રક્તદાનકેમ્પમાં પહોંચો કે તુરત જ એક ફોર્મમાં તમારી થોડી વિગતો ભરવાની હોય છે. ત્યાંરહેલા તબીબી ચિકિત્સક તમારી તબીબી માહિતી મેળવે છે. તમારું વજન, લોહીનુંદબાણ, હૃદયના ધબકારાની જાણકારી માટે નાડી પરીક્ષણ, શરીરનુંતાપમાન વગેરે માપવામાં આવે છે અને તેની નોંધ કરાય છે. તમે એનિમિક (ફીકાશવાળા) તોનથી ને, તેની ખાતરી કરવા માટે તમારા લોહીનું એક નાનું ટીપું લેવાય છે.બસ…. તમે આ સરળ અને સાદી તબીબી તપાસમાંથી પસાર થઈ જાવ પછી તમનેરક્તદાન માટેની જગ્યાએ લઈ જવાય છે. રક્તદાનની ક્રિયા ફક્ત ૧૦-૧૨ મિનિટની જ હોય છે.ત્યાર પછી, તમને થોડો આરામ આપવામાં આવે છે.

રક્તદાન પછી

શરીરના પ્રવાહીને સરભર કરવા માટે કોઈ પણ પીણું (ઠંડુકે ગરમ) કે પછી ફળોનો રસ પી શકાય. જ્યાં રક્તદાન કેમ્પ હોય છે તે સ્થળે આ બધી જસગવડ ઉપલબ્ધ હોય છે, તેમના તરફથી આ સગવડ તમને મળી રહે છે.

બ્લડ બેંક કાર્ય

બ્લડ બેંકમાં એકઠાં થયેલાં લોહીનાં ઘટકતત્ત્વો જેવાં કે લાલકણ, પ્લેટલેટ્સવગેરેનું પદ્ધતિસર વર્ગીકરણ પરીક્ષણ કરવામાં આવે છે. આવશ્યક ઉષ્ણતામાનમાં સંગ્રહકરાય છે અને ક્રોસ મેચિંગ કરીને જરૃરિયાતવાળા દર્દીઓને એ લોહી અપાય છે.

બ્લડ ગ્રૂપ

A : જેવ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A એન્ટિજન આવેલા હોય અને ‘B’ પ્રકારનાએન્ટિબોડીઝ બ્લડ પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ ગ્રૂપ A કહેવાય.

B : ‘B’ એન્ટિજનઆવેલા હોય અને A પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ પ્લાઝમામાં હોય એ વ્યક્તિનુંબ્લડગ્રૂપ ‘B’ કહેવાય.

AB : A અને ‘B’ બંને એન્ટિજન આવેલાં હોય અને બંને પ્રકારના એન્ટી બોડીઝ બ્લડપ્લાઝમામાં હોય એ વ્યક્તિનું ‘AB’ ગ્રૂપ કહેવાય.

O : જેવ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અથવા ‘B’ કોઈપણ પ્રકારના એન્ટિજન આવેલા ન હોય અને બંને પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ પ્લાઝમામાંહોય એ વ્યક્તિનું બ્લડગ્રૂપ ‘O’ કહેવાય.

પોઝિટિવ અને નેગેટિવ

આ એ, બી, એબી અને ઓ ઉપરાંત બ્લડગ્રૂપમાં પોઝિટિવ અને નેગેટિવ ગ્રુપ્સ પણહોય છે. આરએચ ફેક્ટર તરીકે ઓળખાતા એન્ટિજન અને એન્ટિબોડીઝની હાજરી કે ગેરહાજરીપરથી આ બે ગ્રૂપ જુદાં પડે છે.

પોઝિટિવ : જે વ્યક્તિમાં ઉપરોક્ત એન્ટિજન ઉપરાંત લાલ રક્તકણોનીસપાટી પર  RH એન્ટિજન પણ હાજર હોય એ લોહી RH પોઝિટિવગણાય.

નેગેટિવ : જે વ્યક્તિમાં લાલ રક્તકણોની સપાટી પર RH એન્ટિજનહાજર ન હોય એને RH નેગેટિવ લોહી કહેવાય.

બ્લડ ગ્રૂપ મેચ

લોહીના મુખ્ય ચાર પ્રકાર હોય છે. આ ચારેયમાં પોઝિટિવ અનેનેગેટિવ બંને હોઈ, કુલ આઠ પ્રકારનાં બ્લડગ્રૂપ માનવ શરીરમાં હોય છે. જ્યારે કોઈએક વ્યક્તિને બીજી વ્યક્તિનું લોહી ચડાવવું પડે ત્યારે ક્યું બ્લડ ગ્રૂપ કોની સાથેમેચ થાય છે. એ જોવું ખૂબ જ જરૃરી છે. જો મેચ થતું ન હોય તેવું લોહી દર્દીને અપાયતો દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

કોણ કોને લોહી આપી શકે ? :

A ગ્રૂપધારકવ્યક્તિ A અને ‘AB’ ગ્રૂપ ધરાવતી વ્યક્તિને,‘B’ ગ્રૂપ ધારક વ્યક્તિ ‘B’ અને ‘AB’ ગ્રૂપ ધરાવતી વ્યક્તિને,‘AB’ ગ્રૂપધારક વ્યક્તિ ‘AB’ ગ્રૂપધરાવતી વ્યક્તિને અને ‘O’ ગ્રૂપધારક વ્યક્તિ ‘A’,‘B’, ‘AB’, ‘O’ ગ્રૂપ ધરાવતીવ્યક્તિને લોહી આપી શકે છે.

કોણ કોનું લોહી લઈ શકે ?:

A ગ્રૂપધરાવનારી વ્યક્તિને A તથા ‘O’ ગ્રૂપનું,

‘B’ ગ્રૂપધરાવનારી વ્યક્તિને ‘B’ તથા ‘O’ ગ્રૂપનું,

‘AB’ ગ્રૂપધરાવનારી વ્યક્તિને A,’બી’, ‘AB’,‘O’ ગ્રૂપનું,

‘O’ ગ્રૂપધરાવનારી વ્યક્તિને માત્રને માત્ર ‘O’ ગ્રૂપનું લોહી મેચ થાય છે.

‘AB’ ગ્રૂપધરાવનારી વ્યક્તિ દરેક પ્રકારનું ગ્રૂપનું લોહી લઈ શકે એમ હોવાથી એને યુનિવર્સલરિસિવર બ્લડ-ગ્રૂપ કહેવાય છે. જ્યારે ‘O’ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિનું લોહી કોઈ પણબ્લડ-ગ્રૂપ ધરાવનારને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ ગ્રૂપ કહે છે.

RH ફેક્ટર

લોહીની આપ-લેમાં પોઝિટિવ અને નેગેટિવ આર એચ ફેક્ટરનો પણ આધારરહે છે.  આરએચ. નેગેટિવ ધરાવનારી વ્યક્તિ આર.એચ. પોઝિટિવ તેમજ નેગેટિવબંને પ્રકારના લોકોને લોહી આપી શકે છે. જ્યારે આરએચ પોઝિટિવ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિનુંલોહી આરએચ. પોઝિટિવ ધરાવનારા ગ્રૂપને જ આપી શકાય છે, પરંતુતે આરએચ નેગેટિવ ગ્રૂપવાળું લોહી લઈ શકે છે.

ફાયદા :

રક્તદાન કરવાથી થતા ફાયદા અંગે ડોક્ટરોમાં હજી એકમત સધાયો નથી, પરંતુવિશ્વની જુદી જુદી સંશોધન સંસ્થાઓના ડોક્ટરોએ બ્લડ ડોનેશનને કારણે થઈ શકે એવાફાયદાઓની શક્યતાઓ જણાવી છે.

  • પુરુષોમાં હૃદયરોગોની શક્યતાઓ ઘટે છે. લોહી આપવાથીશરીરમાં રહેલા લોહીમાંના લાલ રક્તકણો વધુ પેદા થાય છે. એવું સંશોધકોનુંકહેવું છે.
  • જે વ્યક્તિઓનો લોહીમાં આયર્નનો ભરાવો થવાની શક્યતાઓ રહેતીહોય તેઓ જો વખતોવખત રક્તદાન કરે તો તેમના લોહીમાં મોટી માત્રામાં આયર્ન એકઠુંથતું અટકે છે.
  • રક્તનું દાન કરવાથી શરીરમાં બ્લડ સક્યુલેશન (રક્તપરિભ્રમણ) સુધરે છે. લોહીમાંનાં ઝેરી કેમિકલ્સનું પ્રમાણ પણ ઘટે છે.
  • રક્તદાન કરવાથી કોઈ પણ જાતની આડઅસર થતી નથી.

સંપર્ક

રક્તદાન કરવા માટે આપના ઘરની નજીક આવેલી કોઈ પણ જનરલહોસ્પિટલનો, માન્ય સંસ્થાનો કે અવારનવાર યોજાતા કેમ્પનો સંપર્ક કરી શકો છો.