આજ રોજ સીપુ ડેમ આધારિત સીપુ નહેર સિંચાઈ યોજના દ્વારા અને પાણી અને જમીન આયોજન સંસ્થા દ્વારા બિન-સરકારી પિયત મંડળીના સભ્યોની મિટિંગ સીપુ ડેમના કિનારે મળી….આ મિટિંગમાં આવનાર સમયમાં સિંચાઈ માટે કુદરતી પાણી અને નર્મદાનું પાણી નહેર દ્વારા આપવા અને મંડળી દ્વારા પાણીનો બચાવ કરવા માટે ખેડૂતોમાં જાગૃતતા કેળવી…..આ મિટિંગમાં ખેડૂતો પોતાના ખેતરમાં વધુ ઉપજ મેળવી સકે તે માટે પૂર્વ ખેતીવાડી અધિકારી શ્રી નટુભાઈ પટેલ દ્વારા સાચી સમજ આપી હતી….આ પ્રસંગે સીપુ ડેમ સિંચાઈના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પટેલ સાહેબ,પાણી અને જમીન આયોજન સંસ્થાના અધિકારી, ખેતીવાડી અધિકારી શ્રી તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા….