ભારત સરકારનું બેટી બચાવો અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનનો અમલ દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના પસંદગી કરેલા 100 જિલ્લાઓમાં કરવામાં આવશે. આ પસંદગી કરેલા જિલ્લાઓમાં રાષ્ટ્રીય બાળ લીંગ ગુણોતર 1000 બાળકો દીઠ 918 બાળકીઓના આંક કરતા ખૂબ નીચો ગુણોતર છે. બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોમાં પ્રથમ ત્રણ મહિનામાં ગર્ભાવસ્થાની નોંધણી, એઇસીડીસીએસની સેવાઓમાં સુધઆર, જન્મ નોંધણી, પૂર્વ પ્રસૂતિ તપાસણી અને તકનીકી અધિનિયમ પર કડક દેખરેખ રાખવામાં આવશે. તેમજ શિક્ષણના અધિકારની કડક અમલવારી, બાળકીઓની સાર્વત્રિક નોંધણી, બાળકીઓને મૈત્રીપૂર્ણ શાળાઓને પ્રોત્સાહન, બાળકીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટેના પગલાઓ પણ આ અભિયાન હેઠળ લેવામાં આવશે.
કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા કન્યા-કેળવણી નિધિ નામનું અલગ ફંડ ઊભું કરવામાં આવ્યું છે. આ કન્યા-કેળવણી નિધિમાં દાતાઓ અને સંસ્થાઓ દ્વારા મળતું દાન સ્વીકારવામાં આવે છે. આ કન્યા-કેળવણી નિધિમાં રૂ. ૯૧ કરોડ જેટલી રકમ એકત્રિત થયેલ છે. આ નિધિમાં મળેલ દાનને ૮૦(જી)(૫) નીચે ઈન્કમટેક્સમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. માન.મુખ્યમંત્રીશ્રીને દાન સ્વરૂપે અથવા સન્માન પ્રસંગે મળેલ ભેટ-સોગાદોની હરાજીમાંથી મળેલ રકમ પણ કન્યા-કેળવણી નિધિમાં જમા થાય છે. આ માન.મુખ્યમંત્રીશ્રી કન્યા-કેળવણી નિધિમાંથી ખર્ચ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલ છે. વર્ષઃ ૨૦૦૫-૦૬ થી અત્યાર સુધીમાં ૫૫૦૦૦ કરતાં પણ વધુ લાભાર્થી કન્યાઓને ૨૬ કરોડ ઉપરાંતની સહાય વિવિધ યોજનામાં આપવામાં આવી છે.