ડીસાને મળી ઓળખ

   “साथी हाथ बढाना….”
 “ગતિશીલ ગુજરાત…..ગતિશીલ ડીસા” 
  “ડીસાને મળી ઓળખ”

ગતિશીલ ગુજરાત ભાગ-૨ માં દરેક તાલુકાને ઓળખ આપવાનું નક્કી થયું તે અંતર્ગત ડીસાના પ્રાંત અધિકારી શ્રી દિગંત ભ્રમ્ભટ્ટ તેમજ મામલતદાર શ્રી ડીસા શ્રી શિવરાજ ગીલવા દ્વારા જન-લોકભાગીદારી ના ભાગરૂપે આ વાત કોલ્ડ સ્ટોરેજ એસ્સોસીયેશન આગળ મુકવામાં આવી અને તેને સ્વીકૃત કરતા ડીસાની ઓળખ આપવાનું કામ શરુ થયું….અને જેનું  મીનીએચર દ્વારા લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું અને ત્યાંર બાદ ગત રોજ નેશનલ હાઇવે પર ડીસાના
મુખ્ય પ્રવેશ દ્વાર પર અત્યાધુનિક  ઐટલે કે આંતરિક લાઈટ થી ઝળહળતું  સ્કલ્પચર નું લોકાર્પણ બનાસકાંઠા કલેક્ટર
શ્રી દિલીપભાઈ રાણા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું….
આ સ્કલ્પચર ના સૌજન્ય ડીસા કોલ્ડ સ્ટોરેજ અસ્સોસીયેશનના પ્રમુખ,મંત્રી તેમજ સૌ કમિટી મેમ્બર નો ખુબ સહયોગ રહ્યો છે તેમજ બનાસકાંઠા કલેક્ટર શ્રી દિલીપ રાણા સાહેબ,પ્રાંત અધિકારીશ્રી ડીસા,મામલતદાર શ્રી ડીસા તથા ડીસા નગરપાલિકાનો પણ અમોને સહયોગ મળ્યો છે જેનો અમે સૌનો આભાર માનીએ છીએ…..
 
 

Leave a Reply